ગુજરાત
News of Saturday, 14th May 2022

અંકલેશ્વર પંથકનાં જૂના બોરભાઠા બેટના ખેતરમાં ઝંગલી ભુડે પિતા-પુત્ર સહિત ૩ ઉપર હુમલો કર્યો

જંગલી ભૂંડ દ્વારા નાનાભાઈ ઉપર હુમલો કરતા બચાવવા જતા મોટા ભાઈ ને પણ ગંભીર ઈજા :પુત્ર પણ વચ્ચે પડતાં ત્રણેય લોકોને હાથપગ તેમજ શરીર પર અને માથાના ભાગે બચકા ભર્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના ખેડૂતોના ખેતરમાં જંગલી ભૂંડનો ત્રાસ હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. પરંતુ હવે આ જંગલી ભૂંડો ખેત મજૂરો ઉપર હુમલો કરી રહ્યા હોવાની ઘટના સામે આવી છે .જેમાં અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ માં જંગલી ભૂંડ દ્વારા નાનાભાઈ ઉપર હુમલો કરાયો હોવાના કારણે ભાઇને બચાવવા પડેલા મોટા ભાઈ ને પણ ગંભીર ઈજા થઈ હતી. સાથે પુત્ર પણ વચ્ચે પડતાં ત્રણેય લોકોને હાથપગ તેમજ શરીર પર અને માથાના ભાગે બચકા ભરી લેતા લોહીલુહાણ અવસ્થામાં ત્રણેયને સારવાર અર્થે ખસેડાયા હતા 

(9:10 pm IST)