વડોદરાની મહિલાએ લીધેલ લોનની ઉઘરાણી કરી ટોળકીએ સોશિયલ બદનામ કરતા સાયબર સેલમાં પોલીસ ફરિયાદ
વડોદરા: શહેરની મહિલાએ લીધેલી ઇન્સ્ટન્ટ લોનની દોઢ ગણી રકમ ની ઉઘરાણી કરનાર ટોળકીએ મહિલાને સોશિયલ મીડિયા પર કોલ ગર્લ તરીકે મેસેજ મોકલી બદનામ કરતા સાયબર સેલમાં ફરિયાદ નોંધાઇ છે.પોલીસના જણાવ્યા પ્રમાણે, જુના પાદરા રોડ વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાના મોબાઈલ પર ઇન્સ્ટન્ટ લોનના નામે રૂ.1950 રૂપિયાની લોન ની રકમ સામે રૂ 3000 ની ઊઘરાણી કરવામાં આવતી હતી. જેથી મહિલાએ ખોટી રીતે થતી ઉઘરાણી નો વિરોધ કર્યો હતો.પરિણામે મહિલાને છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા મોબાઈલ નંબર ઉપરથી ફોન તેમજ મેસેજ કરીને પરેશાન કરવામાં આવી રહી છે. આ મહિલા માટે કોલ ગર્લ તરીકે 500 રૂપિયા ના ભાવ ના પણ મેસેજ ફરતા કર્યા હતા. જેથી મહિલાએ સાયબર સેલ ની મદદ લેતા સાયબર સેલે ઇન્સ્ટન્ટ લોન તેમજ હેલ્લો રૂપી લોન ના નામે પજવણી કરતા લોકો સામે ગુનો નોંધી મોબાઇલ નંબરના આધારે શોધખોળ હાથ ધરી છે.