ગુજરાત
News of Saturday, 14th May 2022

સુરતના ભીમરાડ ગામે પાણીની ઓવરહેડ ટાંકી પર વાનર ફસાયો : ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરાયો

હાઇડ્રોલિક પ્લેટફોર્મ પાણીની ટાંકી સુધી ઊંચું કરવામાં આવ્યું હતું.સાથે સાથે દોરડા નાખી વાંદરાને રેસ્ક્યૂ કરવા પ્રયાસો કર્યા

સુરત જિલ્લાના ભીમરાડ ગામે પાણીની ઓવરહેડ ટાંકી પર વાનર ફસાયો હોવાની ઘટના પ્રકાસમાં આવી હતી. ઓવરહેડ ટાંકી પર વાનર ફસાયો હોવાનું જાગૃત નાગરિકના નજરે ચડ્યું હતું. જેથી તેમણે ઘડીનો પણ વિલંબ કર્યા વગર તત્કાલીક ફાયર શાખામાં કોલ કરી જાણ કરી હતી. આથી ફાયર સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં હાઇડ્રોલિક પ્લેટફોર્મની જરૂર જણાઈ હતી. ત્યારબાદ હાઇડ્રોલિક પ્લેટફોર્મ પાણીની ટાંકી સુધી ઊંચું કરવામાં આવ્યું હતું.સાથે સાથે દોરડા નાખી વાંદરાને રેસ્ક્યૂ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા જ્યાં જબરી જહેમત બાદ ફાયર બ્રિગેડને વાનરનુ રેસક્યૂ કરવામાં સફળતા સાંપડી

(12:19 am IST)