ગુજરાત
News of Saturday, 14th May 2022

અંબાજીમાં કૈલાસ ટેકરી પાસે જંગલો આગ લાગી: ઝાડીમાં પગરખાં ફેંકીને અજાણ્યા લોકોએ આગ લગાડયાની આશંકા

આગ ઓલવવા માટે સ્થાનિક તંત્રએ કવાયત હાથ ધરી

બનાસકાંઠા જિલ્લાના અંબાજી  નજીક આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં અંબાજીમાં કૈલાસ ટેકરી પાસે જંગલમા આગ લાગી છે. જો કે આ આગ ઓલવવા માટે સ્થાનિક તંત્રએ કવાયત હાથ ધરી છે. તેમજ તપાસ દરમ્યાન ઝાડીમાં પગરખાં ફેંકીને કોઇ અજાણ્યા લોકોએ આગ લગાડી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમ્યાન ગરમીના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આજે બનાસકાંઠાના અંબાજીમાં આજે ગરમીનો પારો સૌથી વધારે નોંધાયો છે. અંબાજીમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે જેના પગલે અંબાજીના બજારો સૂમસામ જોવા મળ્યા હતા. તેમજ બજારોમાં બપોરે એકલ દોકલ લોકો જ જોવા મળ્યા હતા. તેમજ વધુ ગરમીના લીધે અનેક દુકાનો બંધ જોવા મળી હતી. જો કે અંબાજીમાં આ અગાઉ ગરમીનો પારો 39 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.

(9:05 pm IST)