ગુજરાત
News of Friday, 14th May 2021

સાહેબપુરા ગામમાં કોરોના સંક્રમિત વ્યક્તિ કેર સેન્ટરની બહાર નિકળતા પોલીસે ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના તિલકવાડા તાલુકાના સાહેબપુરા ગામના એક કોરોના ગ્રસ્ત વ્યક્તિ પોજેટિવ હોવા છતાં બહાર ફરતા મળી આવતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી.

 પ્રાપ્ત માહિતી તિલકવાડા પીએસઆઇએ.બી.વસાવા એ પેટ્રોલિંગ દરમ્યાન રમણભાઇ મગનભાઇ બારીયા( રહે. સાહેબપુરા તા. તિલકવાડા) નાઓ કોરોના પોઝીટીવ હોવા છતા પોતાના ગામમાં રાખેલ કોવિડ કેર સેન્ટરમાંથી બહાર નીકળી જાહેરમાં મળી આવી જીલ્લા મેજી.નર્મદા ના જાહેરનામાનો ભંગ કરતા પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:27 pm IST)