News of Friday, 14th May 2021
આમલેથા કેનાલ પાસે ઇકો ગાડીમાં સાતેક માણસો બેસાડનાર ચાલક સામે પોલીસે ગુનો દાખલ કર્યો
(ભરત શાહ દ્વારા ) રાજપીપળા : આમલેથા પોલીસે ચેકિંગ દરમ્યાન ગુરુવારે રાત્રે ઇકો ગાડીમાં વધુ માણસો બેસાડનાર ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ કરણભાઇ પીયુષભાઇ અગ્રવાલ ( રહે.રાજપીપલા) એ પોતાના કબજાની ઈકો ગાડી.નં જીજે ૨૨ એચ ૪૧૫ર માં સાતેક જેટલા માણસો બેસાડી જીલ્લા મેજી. નર્મદાના જાહેરનામાનો ભંગ કરતા આમલેથા પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(10:19 pm IST)