ગુજરાત
News of Friday, 14th May 2021

સુરતના ડિંડોલી વિસ્તારમાં બે પરિવારો વચ્ચે થયેલ મારામારીમાં 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુર: શહેર ના ડિંડોલી વિસ્તારમાં આવેલા સ્વસ્તિક લેક સોસાયટીમાં બે પરિવાર વચ્ચે થયેલી મારામારીના વીડિયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, ઘટનાની જાણ બાદ ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાને થાળે પાડ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનામાં 4 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

શ્રવણકુમાર પાંડે (પીડિત પરિવાર) જણાવ્યું હતું કે, પિતા બાલ્કનીમાં બેઠાં હતા. બાજુના ટાવરનો છોકરો ડિવાઈડર કૂદીને કોમ્પ્લેક્સમાં આવી રહ્યો હતો. જેને બૂમ પાડી મેઈન ગેટથી પ્રવેશ કરવા કહ્યું હતું. બસ વાતને લઈ છોકરાના માતા-પિતા ચાર-પાંચ જણાને લઈ તેમના ઘરે દોડી આવ્યા હતા અને દરવાજો ખોલતા મારામારી પર આવી ગયા હતા. ત્યારબાદ બ્લેડ કે ચપ્પુ વડે પરિવારના ત્રણ અને બચાવવા આવેલા એકને ગળાના ભાગે ઘા મારી દીધા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, ભારે હોબાળો થતા પોલીસ દોડી આવી હતી. ઇજાગ્રસ્ત પરિવારને તતાકાલિક સારવાર માટે સિવિલ મોકલ્યા હતા. ત્યારબાદ હુમલાખોર પરિવાર સામે તપાસ શરૂ કરી હતી. શ્રવણકુમાર પાંડે મિલમાં નોકરી કરતા હોવાનું અને અલ્લાહબાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હુમલામાં તેમની પત્ની શશીબેન ઉ.વ. 36, પિતા કમલા શંકર, બચાવવા આવેલા રિતેશ નામના યુવાનને ઇજા થઇ હતી.

(4:49 pm IST)