દિલ જીતી લીધા:વલસાડ જીલ્લા પોલીસ દ્વારા જાહેર જનતા માટે 'સંગીત સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું:લોકોએ કાર્યકમમાં ચાર ચાંદ લગાવ્યા
જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાની અપીલને લોકોએ જીલી લીધી: વલસાડ પોલીસ પર અભિનંદન વર્ષાનો ધોધ
(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જીલ્લા પોલીસ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીને સારવારની સાથે-સાથે મનોસ્થિતિ પણ સ્વસ્થ રહે તે માટે જાહેર જનતા માટે 'સંગીત સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા માર્ગદર્શન હેઠળ ધરમપુર પોલીસ દ્વારા ધરમપુર સ્ટેટ હોસ્પિટલ તથા શ્રીમદ રાજચંદ્ર કોવિડ હોસ્પિટલ ખાતે ફેસબુક ઉપર કાર્યક્રમ જોવા માટે વ્યવસ્થા કરવામાં આવેલ જેમાં દાખલ દર્દીઓએ સંગીતનો આનંદમાણી જુમી ઊઠ્યા હતા "તુમ નારાજ ના હોના, તુમ મેરી જિંદગી હો તુ મેરી બંદગી હો.."મ્યુઝિક થેરાપી ના આ પ્રયોગ કોવિડ દર્દીઓને ઝડપથી સાજા કરવામાં તેમજ સામાન્ય જનતાને આ ભયજનક વાતાવરણમાં આનંદમય અને મનને પ્રફુલ્લિત કરવામાં આગવું માધ્યમ પુરવાર થશે તેમા શંકા નૈ સ્થાન નથી વલસાડ જિલ્લા પોલીસ ના ફેસબુક પેજ તેમજ યુ ટ્યુબ પર લાઇવ કાર્યકમ ને લોકો એ મન ભેર માણ્યો હતો જય હિંદ ,વંદે માતરમ, ભારત માતા કિ જય ને કોમેન્ટ થી સોશિયલ મીડિયા છલકાય ગયું હતું.ભાવિન શાસ્ત્રી એ દેશ ભક્તિ ગીત તેમજ જૂના ગીતો તેમજ ફરમાઈશ પૂરી કરી હતી.