ગુજરાત
News of Tuesday, 14th May 2019

ઠાકોર સમાજના સંત શિરોમણી સદારામ બાપાનું 111 વર્ષની વયે દેહાવસાન ઘેરા શોકની લાગણી

વ્યસન મૂક્તિ સહિતના કુરિવાજો દૂર કરવાનું સદકાર્ય કર્યું હતું

 

બનાસકાંઠાના ટોટાણા સ્થિત ઠાકોર સમાજના સંત શિરોમણી સદારામ બાપા દેવલોક પામ્યા છે. પાટણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જેમને આજે રજા આપીને ટોટણા આશ્રમ ખાતે લવાયા હતા. સંત શિરોમણી સદારામ બાપા 111 વર્ષની વયે દેવલોક પામ્યા છે. જેના પગલે ભક્તોમાં શોકની લાગણી ફેલાઇ હતી

   અત્રે ઉલ્લેખનીય છે કે, સંત સદારામ બાપાએ ઠાકોર સમાજમાંથી વ્યસન મૂક્તિ સહિતના કુરિવાજો દૂર કરવાનું સદકાર્ય કર્યું છે. તેમના સદ કાર્યને લઇને ગુજરાત સરકારે પણ તેમની કામગીરીને સન્માનિત કર્યા હતા.

  જાણવા મળ્યા મુજબ સદારામ બાપાને આશ્રમમાં લાવ્યા ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત અનેક ભક્તોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા.

(11:56 pm IST)