ગુજરાત
News of Tuesday, 14th May 2019

આણંદના ભાલેજ રોડ પર બહેનને મેસેજ કરનારને ઠપકો આપતા ભાઈ પર છરાથી જીવલેણ હુમલો

આણંદ: શહેરના ભાલેજ રોડ ઉપર આવેલી મહેન્દ્ર શાહની હોસ્પિટલ સામે ગઈકાલે બપોરના સુમારે બહેનને મેસેજ કરવા અંગે ઠપકો આપતાં ઉશ્કરાયેલા ત્રણ શખ્સોએ બે પિતરાઈ ભાઈઓ ઉપર છરાથી હુમલો કરીને માર મારતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે

મળતી વિગતો અનુસાર પરીખભુવનમાં રહેતા સચિનભાઈ આલોઈસભાઈ પરમારની બહેનને એક નંબર પરથી સતત મેસેજો આવતા હોય ગઈકાલે બપોરના બે વાગ્યાના સુમારે તે પોતાના પિતરાઈ ભાઈ અર્પણ વિનોદભાઈ પરમારને પોતાના બાઈક પર બેસાડીને ડો. મહેન્દ્ર શાહની હોસ્પિટલ સામે આવેલા પંકજકુમાર ખુમાનભાઈ પરમારની વડાપાંઉની લારીએ આવ્યા હતા

(5:29 pm IST)