ગુજરાત
News of Tuesday, 14th May 2019

આંકલાવમાં શિક્ષક વિદ્યાર્થિનીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો: લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જતા તપાસ શરૂ

આંકલાવ: શહેરમાં આવેલ માધ્યમિક કેળવણી મંડળમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે લાંછન લગાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. આંકલાવ શાળામાં લંપટ શિક્ષકે ધો. ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પ્રેેમજાળમાં ફસાવી ભગાડી જવાની ઘટના પ્રકાશમાં આવતાં શિક્ષણ આલમને બટ્ટો લાગ્યો છે. આંકલાવ શહેરમાં તેમજ શાળાના અન્ય શિક્ષકોએ અંગે રોષ વ્યક્ત કરી સમગ્ર પ્રકરણ અંગે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છેપ્રાપ્ત માહિતી અનુસાર આંકલાવમાં આવેલી માધ્યમિક કેળવણી મંડળ શાળામાં ધો. થી માં ફરજ બજાવતો પરિણીત લંપટ શિક્ષક ધર્મેન્દ્રસિંહ કિરણસિંહ પરમાર (.. ૨૫) રહે. આસોદર) છેલ્લાં કેટલાંક સમયથી શાળામાં ફરજ બજાવે છે અને શાળામાં અભ્યાસ કરતી ધો. ૧૨ સાયન્સની વિદ્યાર્થિનીને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જતા પરિવાર જનોએ આંકલાવ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાવ્યો છે

(5:28 pm IST)