ગુજરાત
News of Tuesday, 14th May 2019

નડિયાદમાં હેરકટિંગ કરાવવા ગયેલ ગ્રાહક પાસે દુકાનદારે પૈસાની માંગણી કરતા મારામારી: 3 વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ: શહેરમાં વી કે વી રોડ પર આવેલ હેરકટીંગની એક દુકાનમાં વાળ કપાવવા ગયેલા ગ્રાહક પાસે દુકાનદારે રૂપિયાની માંગણી કરતાં ઉશ્કેરાઈ ગયેલા ગ્રાહક તેમજ અન્ય બે વ્યક્તિઓએ ભેગા મળી દુકાનદારને મારમારી ઈજા પહોંચાડી દુકાનમાં પણ તોડફોડ કરી હતી. બાબતે દુકાનદારે નડિયાદ ટાઉન પોલીસમાં ત્રણ વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

અંગે મળતી માહિતી મુજબ નડિયાદમાં રામતલાવડી વિસ્તારમાં રહતાં સુરેશભાઈ ગોવિંદભાઈ વાળંદ વીકેવી રોડ પર સંતરામ આંખની હોસ્પિટલની બાજુમાં હેરકટીંગની દુકાન ધરાવે છે. ગતરોજ બપોરના સમયે તે પોતાની દુકાનમાં હાજર હતાં તે વખતે સુનીલભાઈ જેસીંગભાઈ નામનો એક ગ્રાહક વાળ કપાવવા માટે આવ્યો હતો. સુનીલભાઈ પાસેથી અગાઉના વાળ કાપ્યાના રૂપિયા લેવાના નીકળતાં હોઈ સુરેશભાઈએ અગાઉના તેમજ હાલના વાળ કાપવાના રૂપિયાની માંગણી કરી વાળ કાપવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાઈ ગયેલા સુનીલભાઈએ અપશબ્દો બોલી સુરેશભાઈ સાથે ઝઘડો કરી ત્યાથી નીકળી ગયાં હતાં. જો કે થોડી વાર બાદ સુનીલભાઈ અન્ય બે ઈસમોને સાથે લઈ સુરેશભાઈની દુકાને આવી ઝઘડો કરવા લાગ્યાં હતાં. ઉશ્કેરાઈ ગયેલા સુનીલભાઈએ સ્ટમ્પ વડે સુરેશભાઈ પર હુમલો કર્યો હતો. અને ત્યારબાદ ત્રણેય જણાં ભેગા મળી સુરેશભાઈને મારમારવા લાગ્યાં હતાં. અને દુકાનના કાચ તોડી નુકસાન પણ કર્યું હતું

(5:27 pm IST)