ગુજરાત
News of Tuesday, 14th May 2019

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઇડ્સને તાલીમ યોજાઈ

પ્રોફેશનલ ગાઇડ તરીકે જરૂરી અને ઉપયોગી માહિતી આપવા કેળવાય તે માટે તાલીમ અપાઈ

રાજપીપળા: નર્મદા ડેમ પાસે કેવડિયા નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા-સ્ટેચ્ય્યુ ઓફ યુનિટી ખાતે ગાઇડ તરીકે ફરજ બજાવતા યુવાનોને અહીં આવતા પ્રવાસીઓને વ્યાવસાયિક રીતે પ્રતિબદ્ધ ગાઇડ તરીકે જરૂરી માહિતી આપી શકે તે માટે ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજ (રાજપીપળા) દ્વારા એકદિવસીય તાલીમનું આયોજન કરાયું હતું

  સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવમાં આવી છે અને આ પ્રતિમાને જોવા માટે વિશ્વભરમાંથી પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઇ રહ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 50 જેટલા સ્થાનિક યુવક-યુવતિઓને ગાઇડ તરીકે રાખવામાં આવ્યા છે.

(10:38 pm IST)