ગુજરાત
News of Wednesday, 14th April 2021

અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં શરૂ કરેલ ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગમાં લાંબી લાઇનો લાગી : જાણો શું છે પ્રક્રિયા

લાંબી લાઇનોમાંથી મુક્તિ મળે તે માટે રજીસ્ટ્રેશન કરાવી લેવું જરૂરી:રજીસ્ટ્રેશન માટે શું પ્રક્રિયા ?

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસોએ કાળો કેર વર્તાવ્યો છે. રોજેરોજ કેસોની સંખ્યામાં વધારો નોંધાતો જાય છે. દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. બીજી તરફ કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવવામાં પણ વિલંબ થતો હોવાની બૂમરેગ ઉઠી હતી. જેથી પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની હોસ્પિટલ ઊભી કરવાનો સરકારે નિર્ધાર કર્યો છે. તેની સાથોસાથ RT-PCR ટેસ્ટની ફરિયાદ નિવારવા માટે જીએમડીસી ગ્રાઉન્ડમાં સરકારે ન્યુબર્ગ સુપ્રરાટેક સાથે કોવિડ 19ના RT-PCR ટેસ્ટ ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ માટેની કામગીરી આજથી શરુ કરી છે. આ કામગીરીના પ્રારંભમાં જ આજે ગાડીઓની લાંબી લાંબી લાઇનો લાગી હતી. આ લાંબી લાઇનોમાંથી મુક્તિ મળે તે માટે રજીસ્ટ્રેશન કરાવી લેવું જરૂરી છે. રજીસ્ટ્રેશન માટે શું પ્રક્રિયા છે તે અહીં રજૂ કરી છે.

 

સ્ટેપ 3 : જીએમડીસી ગ્રાઉન્ડ પર પહોંચીને એસએમએસ પર આવેલી ચેક ઇન લિંક ખોલો અને જીએમડીસી ગ્રાઉન્ડ પર રહેલાં કયુઆર કોડને સ્કેન કરી તમારી ગાડી માટે ટોકન નંબર મેળવો.

સ્ટેપ 4 : ટેસ્ટિંગ માટે 10 કેન્દ્રો ગ્રાઉન્ડ પર ગોઠવાયેલા છે, જે રીતે કેન્દ્ર ખાલી થશે એ રીતે તમને તમારા કેન્દ્રની માહિતી એસએમએસ દ્વારા મળશે.

સ્ટેપ 5 : તમે ગાડી ચલાવીને તમને એસએમએસ દ્રારા મળેલા કેન્દ્ર સુધી પહોંચો. તમારી ગાડીમાં અંદર જ બેસી રહેવાનું છે, તમારે બહાર નીકળવાની આવશ્યકતા નથી. સેમ્પલ એકત્રિત કરવા માટે તમારી ગાડીની બારી ખોલવાની રહેશે.

સ્ટેપ 6 : ત્યાં હાજર વ્યક્તિને તમને મળેલો ટોકન નંબર જણાવો અને તમને જે રીત પસંદ હોય તેવી રીતે પેમેન્ટ કરી શકશો. તેમાં રોકડા, કાર્ડ, પીટીએમ, યુપીઆઇ વગેરે દ્વારા પેમેન્ટ કરી શકાય છે. તમારું પેમેન્ટ કર્યા બાદ તમારું સેમ્પલ એકત્રિત કરશે.

સ્ટેપ 7 : તમે ગાડી ચલાવીને એકઝીટ દ્રારમાંથી બહાર જવાનું રહેશે.

તમે કેવી રીતે જઇ શકો છો ?

સ્ટેપ 1 : પહેલાં https//sufalamlims.com વેબસાઇટ પર જાઓ અથવા QR કોડ સ્ક્રેન કરો.

સ્ટેપ 2 : રજીસ્ટર બટન પર ક્લિક કરો, તમારી માહિતી રજીસ્ટર કરો ( તમારા ઘરેથી કરી શકો છો ) તમે એક કરતા વધારે વ્યક્તિ માટે રજીસ્ટર કરી શકો છો. રજીસ્ટ્રેશન નંબર વ્યક્તિદીઠ નહીં. પરંતુ દરેક વાહનદીઠ આપવામાં આવશે. જો તમે એક જ ગાડીમાં જતાં હોવ તો તમારે દરેક માણસની માહિતી એક જ રજીસ્ટરમાં ભરવાની રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારા વાહન માટે આપવામાં આવેલ યુનિક નંબર તમને એસ.એમ.એસ. દ્વારા તમારા રજીસ્ટ્રર કરેલા મોબાઇલ નંબર પર ચેક ઇન લિંક સાથે મોકલવામાં આવશે.

(10:27 pm IST)