ગુજરાત
News of Wednesday, 14th April 2021

અમદાવાદના મેયરની હાજરીમાં કોરોના ગાઈડલાઇનના જાહેરમાં ધજાગરા

ભાજપ ખાડિયા વોર્ડમાં 130 સફાઈ કામદારોના સન્માન સમારોહમાં ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સહિતના ઉપસ્થિત

અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ મેળાવડા કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.પરંતુ ભાજપના નેતાઓ દ્વારા તેનું બેરોકટોક ઉલ્લંઘન થઇ રહ્યું છે,નિયમો માત્ર સામાન્ય માણસો માટે જ રહી ગયા હોવાનું દેખાઇ રહ્યું છે.રાજ્ય સરકાર દ્વારા લગ્નમાં 50 માણસો તો મરણમાં પણ 50 લોકો સુધીની જ છૂટછાટ આપવામાં આવી છે ત્યારે અમદાવાદના મેયર દ્વારા આજે 130 સફાઈ કર્મચારીઓના સન્માનનો પ્રોગ્રામ કરીને કોરોનાની ગાઇડ લાઇનના જાહેરમાં લીરેલીરા ઉડાડ્યા હતા.

આજે ડો. બાબાસાહેબ આંબેડકરની 130 મી જન્મ જયંતી હતી.તે નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ખાડિયા વોર્ડ દ્વારા 130 સફાઈ કામદારોનું સન્માન શહેરના મેયર કિરીટ પરમાર તેમજ અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર તેમજ ઉપસ્થિતિમાં તેમના હસ્તે રાખવામાં આવ્યો હતો.તેમજ આ કાર્યક્રમમાં ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(10:25 pm IST)