ગુજરાત
News of Wednesday, 14th April 2021

સુરતની ખાનગી હોસ્પિટલમાં મહારાષ્ટ્રના દર્દીને કડવો અનુભવ રૂ.2.70 લાખ વસુલ્યા મૃતદેહ આ સોપ્યો 17 કલાક રાહ જોયા બાદ આખરે પોલીસની મધ્યસ્થી દ્વારા મૃતદેહ સોંપાયો

સુરત : ની એક ખાનગી હોસ્પિટલમાં  કોરોના સારવાર માટે મહારાષ્ટથી આવેલા પરિવારને કડવો અનુભવ થયો છે. હૉસ્પિટલે પરિવારના આક્ષેપ મુજબ એડવાન્સમાં 2.70 લાખ રૂપિયા લઈ લીધા હતા ત્યારબાદ 17 દિવસની સારવારના અંતે મૃત્યુ પામનાર દર્દીનાં પરિવારને બાકીના 2.70 લાખ જેટલા રૂપિયાના બીલની વસૂલી માટે મૃતદેહ સોંપ્યો નહોતો. પરિવારે આ અંગે આક્ષેપ કર્યો કે માસૂમ બાળક પોતાના પિતાના મૃતદેહ માટે 17 કલાકથી દવાખાનાની બહાર ઊભો રહ્યો છે અને અંતે અમે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને પોલીસ બોલાવી ત્યારે અમને ડેડબોડી આપવામાં આવી છે.આ અંગે મૃતકના સુરત ખાતે રહેતા સંબંધી પૃથ્વીરાજ રાજપૂતે પત્રકારોને જણાવ્યું કે 'મારા સ્વજનને મહારાષ્ટ્રથી 17 દિવસ પૂર્વે અહીંયા લાવવામાં આવ્યા હતા. 17 દિવસ પહેલાં આ પરિવારે 2.70 લાખની ડિપોઝિટ ચૂકવી હતી. ગઈકાલે બપોરે અમને જણાવ્યું કે તમારા સ્વજનનું મોત થયું છે. અમે જ્યારે મૃતદેહ માંગ્યો તો તબીબોએ કહ્યું કે પહેલાં બાકીના અઢી લાખ ભરો પછી જ મૃતદેહ મળશે'

(9:33 pm IST)