ગુજરાત
News of Wednesday, 14th April 2021

વડોદરાની સાવલીના કૉંગ્રેસસના પૂર્વઘારાસભ્ય ખુમાન સિંહ ચૌહાણના પુત્ર ચંદ્રજીત કોરોના સામેનો જંગ હારિ ગયો પતિના આવસાનના બે દિવસ બાદ પુત્રના અવસાન થી પરિવાર શોકમાં ડૂબ્યો

વડોદરા : દરા જિલ્લાના સાવલીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણના પુત્ર ચંદ્રજિત ચૌહાણનું કોરોનાથી મૃત્યુ થયું છે. ચંદ્રજિત ચૌહાણને વાઘોડિયા પાસે લીમડાસ્થિત ધીરજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાંચ દિવસ અગાઉ જ કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણનાં પત્નીનું બે દિવસ પહેલાં જ અવસાન થયું હતું અને બે દિવસ બાદ પુત્રનું કરુણ મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ ખુમાનસિંહ ચૌહાણ પણ કોરોનાગ્રસ્ત છે. સમગ્ર પંથકના કાર્યકરોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

(9:33 pm IST)