વડોદરા: ઘર નજીક અપશબ્દો બોલવાની ના ક્હેતા ઉશ્કેરાયેલ શખ્સે પાઇપથી હુમલો કરતા પોલીસ ફરિયાદ
વડોદરા : શહેરના અટલાદરા વિસ્તારમાં ઘરની સામે ઉભા રહીને ગાળો બોલતા પાડોશીને ગાળો નહી બોલવાનું કહેતા તેણે ઉશ્કેરાઇને પાળિયાથી હુમલો કર્યો હતો.જે અંગે ઇજાગ્રસ્તે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે આમલી ફળિયામાં રહેતા કૌશિક અંબાલાલ ચાવડા ટ્રાન્સપેક કંપનીમાં કોન્ટ્રાકટ પર નોકરી કરે છે.તેણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે હું મારા ઘરે હાજર હતો.તે સમયે અમારા ફળિયામાં રહેતો ભરત પ્રવિણભાઇ ચાવડા મારા ઘર પાસે ઉભો રહીને ગાળો બોલતો હતો.જેથી,મેં તેને ગાળો બોલવાની ના પાડતા તેણે ઉશ્કેરાઇને પાળિયુ લઇ આવી મારા પર હુમલો કરતા મને માથામાં સાધારણ ઇજા પહોંચી હતી.મારા ભાઇ,પત્ની અને કાકા દોડી આવ્યા હતા.અને મને વધુ મારમાંથી બચાવ્યો હતો.દરમિયાન હુમલાખોર ભાગી છૂટયો હતો.