ગુજરાત
News of Wednesday, 14th April 2021

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં જૂની અદાવતની તીસ રાખી ઘર બેઠેલ યુવકને લોખંડના પાઇપથી માર મારી ઇજા પહોંચાડનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:શહેરના નાગરવાડા વિસ્તારમાં જૂની અદાવત રાખી ઘર પાસે બેસેલા યુવકને લોખંડની પાઇપના ફટકા મારી ઇજા પહોંચાડી હુમલાખોર નાસી છુટ્યો હતો. બનાવ સંદર્ભે કારેલીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં લાલજી કૂઇ મસ્જિદ પાસે રહેતા વાસીક ઈકબાલભાઈ અજમેરી કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્રણ મહિના અગાઉ પૈસાની લેતીદેતી મામલે તેમનો કાદર પઠાણ ( રહે- નવીધરતી શાળા નંબર 10 વડોદરા) સાથે ઝઘડો થયો હતો.

ગઈકાલે રાત્રે વાર્ષિક પોતાના ઘર પાસે બેઠો હતો તે દરમિયાન જૂની અદાવત રાખી કાદર પઠાણ લોખંડના પાઇપ સાથે ધસી આવ્યો હતો અને વાસીક પર અચાનક હુમલો કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાના પગલે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવ સંદર્ભે ફરિયાદના આધારે પોલીસે કાદર પઠાણ વિરુદ્ધ મારામારી ધાક-ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(6:31 pm IST)