ગુજરાત
News of Wednesday, 14th April 2021

સુરત બાદ બારડોલીના સ્મશાનગૃહોમાં પણ લાગી લાંબી કતારો : પરંતુ તંત્રના આંકડા છે એકદમ અલગ : બારડોલીની ત્રણ ભઠ્ઠીઓ કોરોનાના મૃતદેહો માટે ફાળવાઇ

રાજકોટ તા.૧૪ : સુરત બાદબારડોલીના સ્મશાનગૃહોમાં પણ લાગી લાંબી કતારો લાગી ગઇ છે પરંતુ તંત્રનાં આંકડા છે એકદમ અલગ બારડોલીની ત્રણ ભઠ્ઠીઓ કોરોનાના મૃતદેહો માટે ફાળવવામાં આવી છે. સુરત જિલ્લામાં કોરોનાથી મૃત્યુની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જોકે તેમ છતાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મૃત્યુઆંક છુપાવવામાં આવી રહ્યો છે તેવી સ્થિતિ સામે આવી રહી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મોડી સાંજે જાહેર કરવામાં આવતી અખબારી યાદીમાં જિલ્લામાં માત્ર એક - બે મોત બતાવવામાં આવે છે. જેની સામે વાત કરીએ તો માત્ર બારડોલી સ્મશાનભૂમિમાં જ રોજના કોરોના ગાઈડલાઇન મુજબ ૧૦થી ૧૨ મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગનાં આંકડા સાથે રમત રમી રહ્યો હોવાની વાતને સમર્થન મળી રહ્યું છે.

(10:11 am IST)