ગુજરાત
News of Tuesday, 13th April 2021

કોરોના સંક્રમણ વધતા સંઘ પ્રદેશ દિવ દમણ અને દાદરા નગરહવેલીમાં વિકેન્ડ કર્ફ્યું લાગુ

આગમી 17 એપ્રિલથી દર શનિ અને રવિવારે સંપૂર્ણ કર્ફ્યુ જાહેર: માત્ર જરૂરી ચીજ વસ્તુ અને મેડિકલ સર્વિસ જ ચાલુ રહેશે: 72 કલાક પહેલાનો RTPCRનો નેગેટિવ રિપોર્ટ હશે તો જ એન્ટ્રી મળશે

ગુજરાતમાં કોરોના કેસ માં સતત ઉછાળો આપણને જોવા મળી રહ્યો છે.જેમાં લાખો લોકો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે .વધતા જતા સંક્રમણને અટકવવા માટે ગુજરાતના અમુક મંદિરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે.ત્યારે વધતા જતા કેસ ને લઈને સંઘ પ્રદેશ દમણ માં વિકેન્ડ કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો છે.સંઘ પ્રદેશ દિવ દમણ અને દાદરા નગરહવેલીમાં કોરોનાના વધતા કેસને લઈને નવી એસઓપી બહાર પાડવામાં આવી છે. જેમાં આગમી 17 એપ્રિલથી દર શનિ અને રવિવારે સંપૂર્ણ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન માત્ર જરૂરી ચીજ વસ્તુ અને મેડિકલ સર્વિસ જ ચાલુ રહેશે.

આ સાથે જ સંઘ પ્રદેશમાં અન્ય રાજ્યોમાંથી અને વિદેશથી આવતા લોકો માટે 72 કલાક પહેલાનો RTPCRનો નેગેટિવ રિપોર્ટ હશે તો જ એન્ટ્રી મળશે. જોકે આ દરમિયાન રોજિંદા કામ માટે આવનાર મજૂર, કંપનીમાં કામ કરતા માણસો, સરકારી કર્મચારી અને સંઘ પ્રદેશમાં દુકાન ધરાવનાર અવરજવર કરી શકશે. નવી એસઓપીનું જીમ, સલૂન, સ્પા પાર્લર દ્વારા કડક પાલન કરવાનું રહેશે.

(12:43 am IST)