ગુજરાત
News of Sunday, 14th April 2019

કોંગ્રેસથી મળેલ સન્માન અને શક્તિ અલ્પેશ પચાવી શક્યા નહિ :હાર્દિક પટેલનો કટાક્ષ

ભાજપે લોકસભાની ચૂંટણી લડતો અટકાવ્યો: હું હાઇકોર્ચના ચુકાદાને સ્વીકારૂ છું.;હાર્દિક પટેલ

અમદાવાદ ;ઠાકોર સેનાના પ્રમુખ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામ આપવા અંગે પાસના સુપ્રીમો અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે  કહ્યું હતું કે કોંગ્રેસે અલ્પેશને ઘણી ઇજ્જત આપી હતી પરંતુ કોંગ્રેસમાંથી મળેલી ઇજ્જત અને તાકાત અલ્પેશ હેન્ડલ કરી શક્યા નહીં.

  હાર્દિક પટેલે કહ્યું,“કોંગ્રેસે આટલું સન્માન અને શક્તિ આપી હતી પરંતુ તેઓ સંભાળી શક્યા નહીં તેમણે આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ શરૂ કરી દીધી. ” હાર્દિક આ સાથે જ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ મૂક્યો હતો. હાર્દિકે કહ્યું હતું કે ભાજપે તેમને લોકસભાની ચૂંટણી લડતો અટકાવ્યો. તેમણે કહ્યું કે હું હાઇકોર્ચના ચુકાદાને સ્વીકારૂ છું.
 હાર્દિકે વધુમાં કહ્યું કે ભાજપના વકીલોએ મને રોકવાનો ભરપૂર પ્રયાસ કર્યો તેથીહું ચૂંટણી લડી શક્યો નહીં. કોંગ્રેસ મને સંસદમાં મોકલવા માંગતી હતી. જોકે, હું 25 વર્ષનો યુવાન છું અને ભવિષ્યમાં અનક ચૂંટણીઓ થશે

(10:53 pm IST)