ગુજરાત
News of Wednesday, 14th March 2018

દાહોદ નજીક કાલી ડેમમાં ન્હાવા પડેલ ચાર વિદ્યાર્થીઓના ડૂબી જતા કરૂણમોત

શાળામાંથી છૂટીને પીકનીક મનાવવા ગયાને ઊંડા પાણીમાં ગરક થયા :ચારેયના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે મોકલાયા

 

દાહોદ નજીક આવેલ કાલી ડેમમાં ન્હાવા માટે પડેલ ચાર વિદ્યાર્થીઓ ડુબતા તેમના મોત થયા છે. વિદ્યાર્થીઓ શાળામાંથી છૂટીને પીકનીક મનાવવા ગયાનું જાણવા મળે છે ડેમમાં ડૂબેલા ચારેય વિદ્યાર્થીઓના મૃતદેહને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા હતા

  અંગે મળતી માહિતી મુજબ દાહોદમાં આવેલ એક ખાનગી શાળામાં ધોરણ-૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને ધોરણ-૮માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી શાળાથી છુટીને પીકનીક મનાવવા ગયા હતા.કાલી ડેમમાં પીકનીક મનાવવા ગયેલ વિદ્યાર્થીઓ ન્હાવા પડ્યા હતા. જોકે ડેમના પાણીમાં તેઓ અચાનક તણાવા લાગ્યા હતા, જેથી તેમણે બુમાબુમ કરી મુકી હતી. જે સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી ડેમમાં વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે, ચારેય વિદ્યાર્થીઓના માત્ર મૃતદેહ હાથમાં આવ્યા હતા, પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

(1:01 am IST)