ઠાસરાના બોરડીમાં પૂરપાટ ઝડપે જતી કારે બાઇકને ટક્કર મારતા બાઈક ગટરમાં પડ્યું
ઠાસરા:તાલુકાના બોરડીમાં રહેતા કનુભાઈ રાઠોડ ગઈકાલે તા.૧૧-૩-૧૮ ની રાત્રે રોડની સાઈડમાં ચાલતા જતા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવેલ મોટર સાયકલ નં. જીવાય-૦૧ જેકે-૫૬૫૫ ના ચાલકે રાહદારીને ટક્કર મારી સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક ચાલક બાઈક સાથે ગટરમાં પડી ગયો હતો. જેથી બાઈક ચાલક તેમજ કનુભાઈ રાઠોડને ઈજા થઈ હતી. આ બનાવ અંગે મહેશભાઈ કોદરભાઈ રાઠોડની ફરિયાદ આધારે ડાકોર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં કઠલાલ તાલુકાના હિંમતપુરા સીમમાંથી પસાર થતી ફોરવ્હીલ ગાડી નં. જીજે-૦૭ ડીએ-૭૫૦૭ સામેથી આવતી ટીવીએસ મોટર સાયકલ નં. જીજે-૭ ડીએસ-૯૫૨૭ સાથે અથડાઈ હતી. જેથી અસ્માબેનને ઈજા થઈ હતી.
આ બનાવ અંગે સંજયભાઈ ભાથીભાઈ રાઠોડની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.