ગુજરાત
News of Wednesday, 14th March 2018

મહેમદાવાદ રોડ પર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 8 શખ્સોને 32 હજાર 600ની રોકડ સાથે જુગાર રમતા ઝડપ્યા

મહુધા:મહુધા પોલીસ ગઈકાલે સાંજે મહેમદાવાદ રોડ પર પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન ભૂમસ નજીક આવેલ ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન હારજીતનો પત્તાપાનાનો જુગાર રમતા નગીન આત્મારામ પટેલ, પ્રમુખ રવિચંદ્ર પટેલ, અશ્વિનભાઈ ભાઈલાલ પટેલ, અમૃતભાઈ જીવાભાઈ ગજ્જર, દિલીપભાઈ ચંદુભાઈ પટેલ, બકાભાઈ ડાહ્યાભાઈ પટેલ તથા કાળુભાઈ ધનજીભાઈ મિસ્ત્રી (તમામ રહે. અમદાવાદ)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી તેમજ અંગ જડતીમાં રોકડા ૩૨૬૩૦ મોબાઈલ નં.૬. રૂપિયા ૧૦,૦૦૦ તથા ગાડી રૂપિયા ૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૫,૪૨,૬૩૦ નો મુદ્દામાલ ક્બજે કયો હતો. આ બનાવ અંગે મહુધા પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(7:10 pm IST)