ગુજરાત
News of Wednesday, 14th March 2018

સારું રિઝલ્ટ ન આવવાની બીકે અમદાવાદના વિદ્યાર્થીએ આપઘાત કર્યો

અમદાવાદ:ના નારણપુરા વિસ્તારમાં રહેતી ધોરણ 12 સાયન્સની 17 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, સુસાઇડ નોટમાં ફિઝિક્સના વિષયમાં ટેન્સન હોવાના કારણે જીવન ટૂંકાવી રહી છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નારણપુરામાં આવેલી સુરેશ્વરી સોસાયટીમાં સંજયભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. સંજયભાઈની પુત્રી માનસી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. માનસી પટેલ ભણવમાં હોશઇયાર હોવાના કારણે તેણે સાયન્સ વિભાગમાં જવાનું પસંદ કર્યું હતું. ધોરણ-10માં પણ સારા માર્ક આવ્યા હોવાથી પરિવારને પણ તેના અભ્યાસ પર ગર્વ હતો. માનસીને ફિઝિક્સના વિષમાં ટેન્શન હોવાનું તે વારંવાર રટણ રી રહી હતી. જેના કરાણે તે સતત ટેન્શનમાં રહેતી હતી. ધોરણ 12ની પરીક્ષાનો સોમવારે પ્રારંભ થયો ત્યારે તેણે 12મી માર્ચે ડિપ્રેશનના કારણે પોતાના ઘરે એકલી હોવાથી અંતિમ પગલુ ભરવાનો નિર્ણય કર્યો હતો.

તેણે પરિવારને સંબોધીને સુસાઇડ નોટ લખી અને તેમાં સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે સોરી મને પરીક્ષાના કારણે ટેન્શન હતું અને ફિઝિક્સના પેપરમાં સારૂ પરિણામ નહીં લાવી શકુ જેના કારણે હું આ અંતિમ પગલું ભરી રહી છું. તેમ છેલ્લા શબ્દો લખી તેણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

(7:09 pm IST)