ગુજરાત
News of Wednesday, 14th March 2018

સરકારની નિષ્ફળતા ઢાંકવા ભાજપના સભ્યો ખરાબ બોલીને વિપક્ષને ઉશ્કેરે છે

ગૃહમાં વરવા દૃશ્યો માટે સરકારને દોષ દેતા પરેશ ધાનાણી : ૧૦ મીનીટ ગૃહ મોકૂફીની જાહેરાત બાદ લાંબા સમય સુધી ગૃહ મળ્યું નહિ

ગાંધીનગર, તા.૧૪: આજે વિધાનસભામાં ધાંધલ-ધમાલના દૃશ્યો પછી વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભા ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે ગૃહના સભ્યોને બોલવાની તક મળતી નથી અને ટ્રેઝરી બેચ દ્વારા પોતાના સ્થાન પર બેઠા બેઠા ગંદી કોમેન્ટો કરવામાં આવે છે.

આજે સત્તાધારી પક્ષના જગદીશ પંચાલ, હર્ષ સંઘવી દ્વારા ગંદી કોમેન્ટો મા-બેન સામેની ગાળો બોલીને વિરોધ પક્ષના સભ્યોને ઉશ્કેરવામાં આવે છે અને અહીં આ ઉશ્કેરણીનો ભોગ આજના દિવસે અમારા સભ્યોને ભોગ બનવું  પડયું અમે પણ નવા સભ્યોને આવું વર્તન ન કરવું તેવી કરાર ખાન કરવામાં આવી છે.

સરકાર પોતાની ભૂલો અને નિષ્ફળતા ઢાંકયા માટે સતાધારી પક્ષના સભ્યો દ્વારા ખરાબ વર્તન કરવામાં આવેલ છે. આ ધાંધલ ધમાલ  પછી ગૃહ ૧૦ મીનીટ માટે મુલત્વી રાખવાની ફરજ પડી પરંતુ વિધાનસભાના અધ્યક્ષ  દવા ૧૦ મિનિટની જાહેરાત કરવામાં આવી પરંતુ ર.૧પ વાગ્યા સુધી ગૃહ ચાલુ નથી થયું.

(5:16 pm IST)