ગુજરાત
News of Wednesday, 14th March 2018

ગુજરાત જાથા એસ્ટ્રોનોમી કલબની સ્થાપના

કાલથી સભ્ય નોંધણી : અવકાશી ઘટના અંગે લોકોને માહિતી અપાશે

હરતા ફરતા આકાશ દર્શન માટે અમરેલીના ખગોળ તજજ્ઞ દિલીપભાઇ દેવમુરારીની પસંદગી

રાજકોટ તા. ૧૪ : રાજયમાં વિજ્ઞાન પ્રચાર પ્રસાર સાથે અંધશ્રધ્ધા નિર્મૂલન કામગીરી કરતા ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને ખગોળીય ઘટનાઓથી માહીતગાર કરવા 'ગુજરાત જાથા એસ્ટ્રોનોમી કલબ' ની સથાપના કરવામાં આવી છે.જાથાના રાજય ચેરમેન જયંત પંડયાની યાદીમાં જણાવ્યા મુજબ કાલે તા. ૧૫ થી સભ્ય નોંધણી શરૂ કરાશે. આ કલબ દ્વારા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોને આકાશદર્શન, ગ્રહ, નક્ષત્રો, રાશી, યુતિ, અવનવી બનતી ઘટનાઓથી માહીતગાર કરાશે.

 

રાજયમાં હરતુ ફરતુ આકાશદર્શન શરૂ કરવામાં આવશે. જેમાં અમરેલીના ખગોળ તજજ્ઞ દિલીપભાઇ દેવમુરારીની નીમણુંક કરાઇ છે. તેઓ સૌને વિજ્ઞાન ઉપકરણની મદદથી ખગોળીય ઘટનાઓનું જ્ઞાન પીરસશે. કલબનું ઉદ્દઘાટન પણ તેમના હસ્તે જ કરાવાયુ હતુ.ઉદ્દઘાટન પ્રસંગે સ્વાગત પ્રવચન પ્રો. શાંતિભાઇ રાબડીયાએ કરેલ. એડવોકેટ ભાવનાબેન વાઘેલાએ જાથાની કામગીરીનો પરીચય આપેલ.

જાથા અને એસ્ટ્રોનોમી કલબમાં જોડાવા ઇચ્છુકોએ જવાબી કવર સાથે રૂ. ૧૦ ની પોસ્ટ ટીકીટ, બે ફોટા, આધાર કાર્ડ સાથે વિજ્ઞાન જાથા, ૧-જીવનનગર, બ્રહ્મસમાજ પાસે, રૈયા રોડ, રાજકોટ-૭, (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ઉપર પત્રવ્યવહાર કરવા જણાવાયુ છે. (૧૬.૨)

(1:06 pm IST)