ગુજરાત
News of Wednesday, 14th March 2018

અનિલ મુકીમ કેન્દ્રના ખાણ ખાતામાં ઓ. એસ. ડી. પદે

રાજકોટઃ ગુજરાતના નાણા વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા ૧૯૮૫ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી શ્રી અનિલ મુકીમ ડેપ્યુટેશન પર જતા ભારત સરકારે તેમની હાલ કેન્દ્રના ખાણ મંત્રાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે નિમણૂક કરી છે. ત્યાર બાદ તેઓ સચિવ તરીકે ફરજ બજાવશે. તેઓ આવતીકાલે નવી દિલ્હી ખાતે ચાર્જ સંભાળનાર છે. (શ્રી મુકીમનો મો. ૯૯૭૮૪ ૦૫૯૦૪ - ગાંધીનગર) 

(1:01 pm IST)