News of Wednesday, 14th March 2018
હજીરા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં પ્રચંડ આગ ભભૂકી
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું :રિલાયન્સ સહિતની કંપનીઓના ફાયર બ્રિગેડ પહોંચ્યા
સુરતના હજીરા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે આગની ઘટના બાદ રિલાયન્સ અને નજીકની કંપનીઓના ફાયરબ્રિગેડ પણ પહોંચ્યા છે અને આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. જો કે, પ્રચંડ આગ પર કાબુ મેળવતાં પાંચેક કલાક લાગે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.
(10:49 pm IST)