ગુજરાત
News of Wednesday, 14th March 2018

દાહોદમાં બોર્ડની પરીક્ષાનું પેપર ફૂટી જતા શાળા સંચાલક સહિતના સામે પોલીસ ફરિયાદ

દાહોદઃ દાહોદની એમ &પી હાઈસ્કુલના સંચાલક અને આચાર્ય દ્વારા ગુજરાતી પેપરની ઝેરોક્ષ કરીને શોલ્વ કરેલા પેપરની કોપી કરાવવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે ગત મોડી રાત્રે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.નીનામાએ દાહોદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ત્યારે તરફ આટલી મોટી ધટનામા ફરિયાદ તો થઈ છે પરંતુ હજી સુધી ગુનામા સંડોવાયેલ શાળાના સંચાલક, આચાર્ય તેમજ બિલ્ડીંગ કંડક્ટરની ધરપકડ કરવામા આવી નથી. ત્યારે હવે જોવું રહ્યું કે પેપર લીકના મામલામાં સાચી દિશામાં તપાસ થશે કે પછી આખે આખુ ભીનું સંકેલાઈ જશે?

(9:07 pm IST)