ગુજરાત
News of Friday, 14th February 2020

વાપીના સલવાવ ગામે ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ: ચાર ગોડાઉન ઝપટમાં આવ્યા

ચાર ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચીને આગને બુઝાવાની કામગીરી હાથ ધરી

વાપીના સલવાવ ગામે ભંગારના ગોડાઉનમાં આગની ઘટના બની છે. આગ વિકરાળ બનતા એક પછી એક ચાર ગોડાઉન આગની ઝપટમાં આવી ગયા હતા આગની ઘટના અંગે જાણ થતા 4 જેટલા ફાયર ફાઇટર્સે ઘટના સ્થળે પહોંચીને આગને બુઝાવાની કામગીરી હાથ ધરી છે. આગ કેવી રીતે લાગી તેની જાણકારી મળી શકી નથી. તો આ ઘટનામાં કોઇ જાનહાનીના અહેવાલો મળ્યા નથી.

(10:58 pm IST)