ગુજરાત
News of Friday, 14th February 2020

ભરૂચ શહેરમાંથી કોમર્શીયલ કોન્ટીટીમાં વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડતી ભરૂચ SOG પોલીસ

1,57 લાખથી વધુની કિંમતનો 26,309 કિલો વનસ્પતિજન્ય ગાંજો સહીતનો મુદામાલ જપ્ત

(ભરત શાહ દ્વારા ) રાજપીપળા:પોલીસ મહા નિરીક્ષક અભય ચુડાસમા વડોદરા તથા ઇંચ.પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણીના માર્ગદર્શન હેઠળ નાર્કોટિકસની બદી દૂર કરવા માટે નાર્કોટિકસના કેસો શોધી કાઢવા એસ.ઓ.જી શાખાના પોલીસ ઈન્સપેકટર પી.એન.પટેલ નાઓની સૂચના આધારે એસ.ઓ.જી શાખાના પો.સ.ઇ. કે.એમ.ચૌધરી તથા એમ. આર.શકોરીયા તથા પોલીસ માણસો સાથે ATS ચાર્ટર મુજબની કામગીરી માટે પેટ્રોલીંગમાં હતા

  દરમ્યાન બાતમી ના આધારે ભરૂચ એ ડીવી. પો.સ્ટે. I/C પો.ઇન્સ. જી.આર. શર્માને સાથે રાખી ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે વિસ્તારના ચીંગસપુરા, પટેલ ફળીયા બીગ બજારની પાછળ દાંડીયાબજારમાં રહેતી અરૂણાબેન જેનેષ ભાઇ ઉર્ફે જીગો પટેલના રહેણાંક મકાનમાંથી વનસ્પતિજન્ય ગાંજો ૨૬ કિલો ૩૦૯ ગ્રામ કિ.રૂ. ૧,૫૭,૮૫૪ તથા મોબાઇલ ફોન, વજનકાંટો વિગેરે મળી કુલ કી.રૂ.૧,૫૮,૫૫૪ની સાથે પકડી પાડી આરોપી બહેન સામે ભરૂચ શહેર “એ ડીવી. પો.સ્ટે માં નારકોટિકસ ડ્રગ્સ એન્ડ સાઇકો- ટ્રોપીક સબસ્ટસ એકટ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ પી.એન.પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી ભરૂચ કરી રહ્યા છે

(10:38 pm IST)