ગુજરાત
News of Friday, 14th February 2020

પુલવામા આંતકી હુમલાને એક વર્ષ પૂર્ણ : વિરમગામમાં શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ : કેન્ડલ પ્રગટાવી મૌન પાળ્યું

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ દ્વારા સરદાર પટેલ પ્રતિમા પાસે કેન્ડલ પ્રગટાવી મૌન પાળી શ્રઘ્ઘાંજલિ અપાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ :  દેશભરમાં પુલવામાંના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં  અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા આયોજિત કાર્યક્રમમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

 અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ દ્વારા સરદાર પટેલ પ્રતિમા પાસે કેન્ડલ પ્રગટાવી મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના કાર્યકરો સહીતના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

(9:12 pm IST)