ગુજરાત
News of Friday, 14th February 2020

ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાનો ટ્વીટર બૉમ્બ : દિલ્હીમાં બેઠેલા નેતાઓ પર નિશાન સાધ્યું : બળાપો ઠાલવ્યો

ખાલી ખુરશીમાં બેસીને સલાહ આપવાથી પક્ષ મજબુત નહીં થાય

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયીએ ટ્વીટના માધ્યમથી દિલ્લીમાં બેઠેલા નેતાઓ પર નિશાન સાધ્યું છે અને ટવીટ કરી બળાપો ઠાલવ્યો છે  અર્જુન મોઢવાડીયાએ દિલ્લીમાં બેઠેલા નેતાઓને આડે હાથ લીધા હતાં. જો કે તેમને ટવીટ કરીને કયાં નેતા સામે બળાપો ઠાલવ્યો હતો તેનો કોઇ ખુલાસો થયો નથી.

  અર્જુન મોઢવાડીએ ટવીટ કરીને લખ્યુ હતુ કે, ગુજરાતના કાર્યકતાઓને દિલ્હીમાં બેઠા-બેઠા સલાબ-સૂચનો આપો છો. કાર્યકતાઓની વચ્ચે આવો. લોકોની વચ્ચે જાવો તેમની સમસ્યાઓને જાણો. ખાલી ખુરશીમાં બેસીને સલાહ આપવાથી પક્ષ મજબુત નહીં થાય.

 વધુમાં મોઢવાડીયાએ ટિપ્પણી કરીને જણાવ્યુ કે, ગામડાઓમાં અને જિલ્લાઓમાં કાર્યકતાઓની સાથેનો સંર્પક રહ્યો નથી. રાજકારણમાં મોટી ખુરશીઓમાં પર બેસીને રાજ કરનારા નેતાઓ માટે આવુ તીખુ નિવેદન આપ્યુ છે. નિવેદનથી સ્પષ્ટ થયુ રહ્યુ છે કે મોઢવાડીયા પાર્ટીઓના નેતાઓથી અસંતુષ્ઠ છે.

 મોઢવાડીયાની ટવીટથી સમગ્ર કોંગ્રેસ બેડામાં તેમજ કાર્યકતાઓમાં ચર્ચાએ જોર પકડયુ છે. બધા કાર્યકતાઓ એ જાણવા મથી પડયા છે કે ટવીટ કોના માટે કર્યુ છે? ઉલ્લેખનીય છે કે, મોઢવાડીયાને ગુજરાતનાં રાજકારણમાં આજ-કાલ ખુબજ ઓછા સક્રિય જોવા મળે છે.

(8:57 pm IST)