ગુજરાત
News of Friday, 14th February 2020

રાજપીપળા શહેરમાં પુનઃ રખડતા ઢોરોનો આતંક વધ્યો: સમસ્યાનો કાયમી ઉકેલ જરૂરી

લીમડા ચોક વિસ્તારમાં આખલાના આતંકથી વાહનો અને દુકાનોને નુકશાન

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા શહેર માં રખડતા ઢોરોની વધતી સમસ્યા માં આખલાઓ નો આતંક વધતા નગરજનો માટે જોખમરૂપ તો છે જ સાથે નગરપાલીકા માટે પણ હેડેક બની ચૂકેલી આ સમસ્યા બાબતે સરકારે કોઈ કડક કાયદો કે અન્ય વ્યવસ્થા ઉભી કરી કાયમી ઉકેલ લાવવો રહ્યો,ગતરોજ ફરી શહેરના લીમડા ચોક વિસ્તારમાં આખલાનો આતંક જોવા મળ્યો જેમાં કેટલાક વાહનો અને દુકાનોને નુકસાન પહોચાડ્યું હતું. ખાસ કરીને શાળા એ જતા આવતા બાળકોના સમયે આખલા યુદ્ધ થાય ત્યારે એ જીવલેણ સાબિત થઈ શકે છે માટે આ સમસ્યાનો કાયમી ઉકેલ જરૂરી છે
 

(7:17 pm IST)