ખંભાત તાલુકાના પાંદડની સગીરાની એકલતાનો લાભ લઇ વડગામના યુવાને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી
ખંભાત: તાલુકાના પાંદડ ગામે રહેતી એક યુવતીની એકલતાનો લાભ લઈને વડગામના શખ્સે આબરૂ લેવાનો પ્રયાસ કરતાં આ અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૯મી તારીખના રોજ પાંદડ ગામે રહેતી એક ૧૮ વર્ષની યુવતીના માતા-પિતા અને ઘરના સભ્યો લગ્નમાં ગયા હતા અને તેણી ઘરે એકલી જ હતી. દરમ્યાન ચારેક વાગ્યાના સુમારે કુદરતી હાજતે જઈને પરત ફરતી હતી ત્યારે મોટાબાપુના સગાનો દીકરો અમીત ઉર્ફે મોન્ટુ ઘનશ્યામભાઈ વાળા (રે. વડગામ)આવી ચઢ્યો હતો અને તેણીનો હાથ પકડીને બાથરૂમ તરફ ખેંચી જઈને આબરૂ લેવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. જેથી યુવતીએ બૂમાબૂમ કરતાં તેણીના કાકી આવી જવા પામ્યા હતા. જેથી જતાં જતાં અમીતે આજે તો તુ બચી ગઈ છું, પરંતુ ફરીથી જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો.