ગુજરાત
News of Friday, 14th February 2020

હિંમતનગર બાયપાસ રોડ નજીકથી પોલીસે વોચ ગોઠવી ઈડરથી આવતા આઇશરમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

હિંમતનગર: શહેરના ના બાયપાસ રોડ પરથી ગુરૂવારે બપોરના સુમારે ઈડર તરફથી આવી રહેલ એક આઈશર ટ્રકમાંથી હિંમતનગર .ડીવીજન પોલીસે બાતમીને આધારે તેને પકડી લઈ તેમાંથી અંદાજે રૂ.2.16 લાખના દારૂનો જથ્થો કબજે લઈ આઈશરના ચાલક તથા અન્ય એક શખ્સ દારૂ એમ બે જણા વિરૂધ્ધ .ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધ્યા બાદ અંદાજે રૂ.6.18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો.

અંગે .ડીવીજન પોલીસ સ્ટેશનના પી.આઈ વાય.જે રાઠોડના જણાવાયા મુજબ ગુરૂવારે બપોરના સુમારે તેમને તથા સ્ટાફને એવી બાતમી મળી હતી કે ઈડર તરફથી એક આઈશર દારૂનો પાસ પરમીટ વિનાનો જથ્થો લઈને હિંમતનગરમાંથી પસાર થવાનો છે. જે આધારે .ડીવીજન પોલીસે હિંમતગરના બાયપાસ રોડ પર વોચ ગોઠવીને વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતુ.

(5:12 pm IST)