ગાંધીનગર જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસદ્વારા દોડધામ હાથ ધરવામાં આવી ચંદ્રાલા નજીકથી 14 લાખનો દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો
ગાંધીનગર: જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરાઈ રહી છે ત્યારે ગાંધીનગર ચિલોડા પોલીસની ટીમે ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર ચંદ્રાલા પાસેથી હિંમતનગર તરફથી આવતી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી અને તેમાંથી ૧૪.ર લાખનો દારૂ અને બિયરનો જથ્થો મળી કુલ ૧૮.૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બે શખ્સોને ઝડપી પાડી દારૂ આપનાર સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે બુટલેગરો દારૂ ઘુસાડવા માટે ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઈવેનો ઉપયોગ કરતાં હોય છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પણ જિલ્લામાંથી પસાર થતાં આવા દારૂ ભરેલા વાહનો ઉપર ખાસ નજર રાખવા માટે તાકીદ કરી હતી.