ગુજરાત
News of Friday, 14th February 2020

સુરતના રાંદેર કોઝવે પર પાનના ગલ્લામાં પોલીસના દરોડા:ઈ-સિગરેટ સહીત તેમની ફ્લેવર ઝડપાઇ: કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

સુરત: શહેરમાં રાંદેર કોઝવે રોડ સ્થિત લખનવી પાન એન્ડ સ્મોકીંગ ઝોન નામના પાનના ગલ્લામાં દરોડા પાડી પોલીસે પ્રતિબંધિત 3 નંગ -સિગારેટ ઉપરાંત તેમાં નાંખવામાં આવતી અલગ-અલગ ફલેવરની 12 નંગ ડબ્બીઓ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાંદેર પોલીસે બાતમીના આધારે રાંદેર કોઝવે રોડ સ્થિત માવીયા રેસીડેન્સીમાં દુકાન નં. 5 માં લખનવી પાન એન્ડ સ્મોકીંગ ઝોન નામના પાનના ગલ્લામાં દરોડા પાડયા હતા. જયાંથી પ્રતિબંધિત -સિગારેટ 3 નંગ અને તેમાં નીકોટીન તરીકે નાંખવામાં આવતી અલગ-અલગ ફલેવરની 12 નંગ ડબ્બીઓ મળી આવી હતી. જેથી પોલીસે -સિગારેટ અને નીકોટીની ડબ્બીઓ કબ્જે લઇ પ્રોહીબીશન ઓફ ઇલેક્ટ્રોનીક સિગારેટ એક્ટ 2019 ની કલમ 4 અને 7 મુજબ ફરિયાદ નોંધી પાનનો ગલ્લો ચલાવતા બિલાલ સુફીયાન શેખ (.. 30 રહે. રહેમતનગર સોસાયટીગોરે ગરીબા કબ્રસ્તાન નજીકરાંદેર અને મૂળ સરાઇમીરતા. માર્ટીનંગજિ. આઝમગઢયુપી) અને અક્બર અબ્દુલ્લા શેખ (.. 20 રહે. ખિદમતનગર સોસાયટીપીપરડીવાળા સ્કુલ નજીકરાંદેર અને મૂળ. જમદાહાતા. ખેતાસરાઇજિ. જોનપુરયુપી) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:08 pm IST)