ગુજરાત
News of Friday, 14th February 2020

સુરતના પાંડેસરા જીઆઇડીસી નજીક ચોર ટોળકીએ વેચવા આપેલ ગ્રે-ના કાપડના જથ્થા સાથે પોલીસે બે મિત્રોને ઝડપી 3.75 લાખનો મુદામાલ જપ્ત કર્યો

સુરત:પાંડેસરા જીઆઇડીસીની ઓરીએન્ટ ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મીલના ગોડાઉનમાંથી ચોરી થયેલા રૃા. 3.50 લાખના ગ્રે-કાપડના તાંકા ચોરીનો ભેદ ઉકેલતા પાંડેસરા પોલીસે ટેમ્પો ચાલક સહિત બે ને ઝડપી પાડી તેમની પાસેથી તાકા અને ટેમ્પો મળી કુલ રૃા. 3.75 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

પાંડેસરા પોલીસ મથકના પો. કો. દિગ્વિજયસિંહ અને ઇમરાન મહેબુબને મળેલી બાતમીના આધારે પાંડેસરા બાટલી બોય ત્રણ રસ્તા પાસેથી પસાર થઇ રહેલા છોટા હાથી ટેમ્પો નં. જીજે-16 ઝેડ-3604 ને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી ગ્રે-કાપડના તાંકા નંગ 56 કિંમત રૃા. 1.15 લાખની મત્તાના મળી આવ્યા હતા. પોલીસે ટેમ્પો ચાલક અશોક દેવીપ્રસાદ ગુપ્તા (રહે. આર્વીભાવ સોસાયટીપાંડેસરા) અને તેના મિત્ર વિજય સુરેશ કોળી (રહે. પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીપાંડેસરા) ની ધરપકડની પુછપરછ કરતા ગ્રે-કાપડના તાંકા સાથે ટેમ્પો તેમના મિત્ર જશ્મીન ઉર્ફે ભુરીયોરાજાકરન રાજુ તીરેમલસોનુ ઉર્ફે ગોલ્ડન અને ગુડ્ડુ આપ્યા હતા અને તેમણે ત્રણેક દિવસ અગાઉ પાંડેસરા જીઆઇડીસીની ઓરીએન્ડ ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મીલના ગોડાઉનમાંથી ચોરી કર્યા હતા તે કમિશનથી વેચવા માટે આપ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે તાંકાટેમ્પો અને બે મોબાઇલ ફોન મળી કુલ રૃા. 3.75 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ જશ્મીન અને તેના સાથીદારોની શોધખોળ હાથ ધરી છે.

(5:08 pm IST)