અમદાવાદના ભાડજ સર્કલ નજીક બે બાઈક વચ્ચે થયેલ અકસ્માતના પગલે યુવક પરથી ચાકુથી હુમલો થતા ચકચાર: સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી
અમદાવાદ: શહેરના ભાડજ સર્કલ પાસે બાઈક પર જઈ રહેલા ત્રણ યુવકોને અન્ય બાઈક સાથે અકસ્માત થતા તેમને સામાન્ય ઈજા પહોંચી હતી. થોડીવાર બાદ જે બાઈકને અકસ્માત થયો હતો તે ત્રણ શખ્સો છરી લઈને પરત આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ત્રણ યુવક પૈકી એક યુવક પર ચાકૂથી હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું. સોલા પોલીસે અહીંના સીસીટીવીને આધારે ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ ભાડજમાં વેદાંત બંગ્લોઝની પાછળ છાપરામાં રહેતા શૈલેષકુમાર જે.પરમાર (34) તેના બે મિત્રકિરીટભાઈ ભવાનભાઈ પરમાર તથા શૈલેષ છનાભાઈ પરમાર સાથે રહેતા હતા અને સેન્ટીંગનું કામ કરતા હતા. જ્યાં સારવાર દરમિયાન 13 ફેબુ્રઆરીના રોજ સવારે તેનું મોત નીપજ્યું હતું. સોલા પોલીસના જણાવ્યા મુજબ ફરાર ત્રણેય આરોપી 25થી 30 વર્ષના છે. અમે હત્યાનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજને આધારે વધુ ચલાવી રહ્યા છીએ.