ગુજરાત
News of Friday, 14th February 2020

વડોદરા એમએસ યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ પકડાયા: સવારે ચારેય છૂટી જતા તર્કવિતર્ક

વોર્ડને રેડ પાડી ચારેય યુવકોને ઝડપી પાડીને વિજીલન્સ પોલીસને સોપી દીધા હતા

વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી ફરી વાર વિવાદોમાં આવી છે. યુનિવર્સીટીના કે.એમ હોલમાં દારૂની મહેફિલ માણતા યુનિવર્સીટીના જ બે વિદ્યાર્થીઓ ઝડપાયા છે. અને તે બંને સાથે તેમના બે અન્ય મિત્રો પણ ઝડપાયા છે.

 હોલના વોર્ડને રેડ પાડીને ચારેય યુવકોને મદિરાની મહેફિલ માણતા ઝડપી પાડ્યા અને વિજીલન્સ પોલીસને સોપી દીધા હતા પોલીસે ચારેયની પકડીને કાયદેસરની કાર્યવાહી કરી. પરંતુ સવાર થતા સૌ કોઈ છૂટી પણ ગયા. સમગ્ર મામલે એક સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે .જેમા દારૂની બોટલો લઈને બે શખ્સ અંદર આવી રહ્યા છે. જોકે આ મામલે આજે વિજીલન્સ ચીફ કાનાણીએ કે એમ હોલના રૂમમાં પણ તપાસ કરી હતી.

(1:45 pm IST)