ગુજરાત
News of Friday, 14th February 2020

એક ગુલાબના ફુલના ૫૦ રૂ.

વેલેન્ટાઈન - ડેના દિવસે ગુલાબના ફૂલોના ભાવમાં ત્રણ ગણો વધારો

અમદાવાદ : આજે વેલેન્ટાઈન-ડેના દિવસે ગુલાબનું ફુલ ૧૦થી ૧૫માં વેચાતું હતું તેના ૫૦ રૂપિયા થઇ ગયા છે. પ્રેમીઓના આ દિવસે ફુલોની માંગ દર વર્ષે વધતી હોય છે. તો દર વર્ષે ફુલોના ભાવમાં પણ નોંધપાત્ર જોવા મળે છે.

મહેસાણા જીલ્લામાં વેલેન્ટાઇન દિવસની ઉજણવીને લઇ ગુલાબના ફુલમાં વધારો જોવા મળ્યો છે. સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે કે, વેલેન્ટાઈન ડે ને લઈ અત્યારે ફૂલ બજારમા ડચ, જલપરી, ઓરચીડ જેવા ફૂલો આવ્યા છે. પરંતુ વેલેન્ટાઈન ડે પર ગુલાબની માંગ ખુબજ વધારે હોવાના લીધે જે ડચ ગુલાબ માત્ર ૧૦થી ૧૫ રૂપિયામાં વેચાતું હતું તે ડચ ગુલાબ વેલેન્ટાઈન ડે પર ૫૦ રૂપિયા સુધી વેચાય રહ્યાનું જાણવા મળે છે.

(1:03 pm IST)