ગુજરાત
News of Friday, 14th February 2020

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ બુથ પરથી મફતિયા જાહેરાતના હોર્ડિંગ ઉતારી લેવા એએમસીનો નિર્ણંય

અમદાવાદની પોલીસ ચોકીઓ પર લાગતા હોર્ડિંગસ ઉતારી લેવા મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના દરેક ચાર રસ્તા પર શહેર પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ બુથ બનાવાયા છે. જેના પર જાહેરાતના હોર્ડિંગ લગાવાયા છે. પરંતુ આ માટે કોઇ રૂપિયા ન ચૂકવાતા હોવાના કારણે કોર્પોરેશન ખાતે મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં ચોકીઓ પર લાગેલ જાહેરાતના હોર્ડિંગ્સ ઉતારી લેવા સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા એસ્ટેટ વિભાગને સૂચના આપવામાં આવી છે.

(11:31 am IST)