ગુજરાત
News of Friday, 14th February 2020

વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરવા યુવાઓ આતુર : ફુલબજારમાં તેજી : ગુલાબના ભાવમાં ઝડપી વધારો

ફૂલ બજારમા ડચ, જલપરી, ઓરચીડ જેવા મનમોહક ફૂલો આવ્યા

અમદાવાદ : વેલેન્ટાઈન દિવસની ઉજવણીની યુવાઓ અને વેપારીઓએ તૈયારી શરૂ કરી છે. જેને લઇ ગુલાબનું ફુલ ૧૦થી ૧૫માં વેચાતું હતું તેના ૫૦ રૂપિયા થઇ ગયા છે. પ્રેમીઓના આ દિવસે ફુલોની માંગ દર વર્ષે વધતી હોય છે. તો દર વર્ષે ફુલોના ભાવમાં પણ નોંધપાત્ર જોવા મળે છે.

મહેસાણા જીલ્લામાં વેલેન્ટાઇન દિવસની ઉજણવીને લઇ ગુલાબના ફુલમાં વધારો જોવા મળ્યો છે. સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે કે, વેલેન્ટાઈન ડે ને લઈ અત્યારે ફૂલ બજારમા ડચ, જલપરી, ઓરચીડ જેવા ફૂલો આવ્યા છે. પરંતુ વેલેન્ટાઈન ડે પર ગુલાબની માંગ ખુબજ વધારે હોવાના લીધે જે ડચ ગુલાબ માત્ર ૧૦થી ૧૫ રૂપિયામાં વેચાતું હતું તે ડચ ગુલાબ વેલેન્ટાઈન ડે પર ૫૦ રૂપિયા સુધી વેચાય છે.

(9:21 am IST)