ગુજરાત
News of Friday, 14th February 2020

વડોદરાના કરજણમાં યુવતીને બેભાન કરીને બાઇકમાં ઉઠાવી ગયા :તાંદલજામાં ગોંધી રાખીને બળાત્કાર : ત્રણ સામે ફરિયાદ

 

વડોદરાનાં કરણજમાં એક દુષ્કર્મની ઘટના બની છે. જેમાં યુવતીને બેભાન કરીને તેનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે

  યુવતીને બેભાન કર્યા બાદ તેને બાઇકમાં પાવીજેતપુર લઇ જવાઇ હતી. જ્યાં તેની સાથે દુષ્કર્મની ઘટના બની હતી. યુવતીને વડોદરાનાં તાંદળજા ખાતે એક દિવસ માટે ગોંધી રાખવામાં આવી હતી. જો કે આ ઘટના અંગે યુવતીનાં પરિવારને જાણ થતા કરણજ પોલીસ દ્વારા તાંદળજામાં ગોંધી રાખવામાં આવી હતી. હાલ તો ત્રણ શખ્શો  વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કરજણ પોલીસ દ્વારા આ અંગે વધારે તપાસ હાથ ધરવામાં આવી હતી

(11:40 pm IST)