ગુજરાત
News of Friday, 14th February 2020

અમદાવાદ ડીપીએસ સ્કૂલ ચાલુ રાખવાની માંગ સાથે વાલીઓ હાઇકોર્ટ પહોંચ્યા : 9મી માર્ચે વધુ સુનાવણી

હાઇકોર્ટે ટકોર કરી છે કે પ્રવેશ ક્યાં લેવો તે અંગે વાલીઓ જ નક્કી કરી શકે

 

અમદાવાદઃ ડીપીએસ સ્કૂલ વિવાદમાં સ્કૂલને ચાલુ રાખવા માંગ સાથે વાલીઓ દ્વારા હાઇકોર્ટમાં કરેલી અરજીમાં રાજ્ય સરકારની રજુઆત 31 માર્ચ સુધી શાળાનો વહીવટ ચલાવી રહ્યા છીએ. ડીપીએસ સ્કૂલ મેનેજમેન્ટે હાઇકોર્ટમાં રજુઆત કરી કે શાળા બંધ કરવાના નિર્ણય સામે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરેલી છે. જ્યાંસુધી ત્યાં નિર્ણય ન આવે ત્યાં સુધી અહીં કેસ ચલાવામાં ન આવે. વાલીઓની રજુઆત હતી કે શેક્ષણિક ટર્મ પૂર્ણ થયા બાદ બાળકોનું એડમિશન કેમ લેવું તે અંગે મુઝવણ છે. હાઇકોર્ટે ટકોર કરી છે કે પ્રવેશ ક્યાં લેવો તે અંગે વાલીઓ જ નક્કી કરી શકે. વધુ સુનવણી 9 માર્ચે હાથ ધરવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ડીપીએસ ઇસ્ટ સ્કૂલના વાલીઓ તેની માન્યતા રદ થવાને લઈને વિરોધ-પ્રદર્શન કરી રહ્યાં હતાં. બાળકોને ગોંધી રાખવાનો અને યુવતીઓના લાપતા થવાના એક કેસમાં તપાસ દરમિયાન બહાર આવેલી વિગતોને કારણે ડીપીએસ-ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી હતી.
  દક્ષિણ ભારતના સ્વામી નિત્યાનંદે અમદાવાદના છેવાડે ખોલેલા 'સર્વાજ્ઞપીઠમ' આશ્રમમાં બાળકોને ગોંધી રખાયાં હોવાની અને યુવતી લાપતા હોવાની ઘટના બની હતી. એ કેસમાં આશ્રમના બે સંચાલિકાની ધરપકડ કરવામાં આવી હતી. આશ્રમ પર બાળકોને ગોંધી રાખવાનો અને બાળમજૂરીનો અને ધમકી આપવાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ઘટના પછી નિત્યાનંદના સર્વાજ્ઞપીઠમ આશ્રમને ડીપીએસ સ્કૂલની જમીન લીઝ પર કેવી રીતે આપવામાં આવી તે અંગે તંત્ર હરકતમાં આવ્યું હતું. જેની તપાસમાં શાળા પાસે અનેક કાયદાકીય મંજૂરીઓનો અભાવ હતો.

(11:13 pm IST)