ગુજરાત
News of Friday, 14th February 2020

LRD ભરતી વિવાદ : આગેવાનો સાથે ત્રણ કલાક મિટિંગ બાદ નીતિનભાઈ પટેલે કહ્યું - બધાને સાથે રાખવાનો પ્રયત્ન કરીશું

નીતિનભાઈએ કહ્યું આ મિટિંગમાં થયેલી વાત અમે આવતીકાલે મુખ્યમંત્રીને જણાવીશું

 

ગાંધીનગર : રાજ્ય સરકારે મહિલા અનામત મુદ્દે 1 ઓગસ્ટ, 2018નો ઠરાવ સુધારવાની જાહેરાત બાદ બિન અનામત વર્ગની મહિલાઓએ ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું છે. આંદોલન પણ સરકારની મુશ્કેલ બને તે પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બિન અનામતના સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરી હતી. મુલાકાત પછી નીતિન પટેલે કહ્યું હતું કે બધાને સંતોષ થાય તેવા પ્રયત્નો કરીશું.

નીતિન પટેલે કહ્યું હતું કે મને અને પ્રદીપસિંહને મુખ્યમંત્રીને બિન અનામતના આગેવાનો સાથે મિટિંગ કરવા સૂચના આપી હતી. 2 થી 3 કલાક બિન અનામતના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. મિટિંગમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટો ટાંકવામાં આવ્યા હતા. બિન અનામત વર્ગના લોકોએ તેમની લાગણી વર્ણવી છે. સરકારના નીતિ નિયમો બધાને સરખી રીતે લાગુ પડે તેવી વાત કહી હતી. મિટિંગમાં થયેલી વાત અમે આવતીકાલે મુખ્યમંત્રીને જણાવીશું. એલઆરડીની ભરતીમાં બધાને સંતોષ થાય તેના વિશે પણ ચર્ચા કરીશું. બધાને સાથે રાખવાનો પ્રયત્ન કરીશું

-- 

(11:09 pm IST)