ગુજરાત
News of Friday, 14th February 2020

કેમ છો ટ્રમ્પની સાથે સાથે...

૭૦૦ કરોડના ખર્ચે મોટેરા સંપૂર્ણ તૈયાર કરાયું

અમદાવાદ, તા.૧૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની પ્રથમ ઐતિહાસિક યાત્રાએ આવી રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેમ છો કહેતા નજરે પડશે. અમેરિકી પ્રમુખની ૨૪મી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી પોતાની ભારત યાત્રાના પ્રથમ તબક્કામાં ગુજરાત પહોંચશે. અમેરિકામાં થયેલા હાઉડી મોદીની જેમ જ ગુજરાતના અમદાવાદ શહેરમાં બનેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં એક લાખ લોકોની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પ અને તેમના પત્નિ મેલાનિયાનું ભવ્ય સ્વાગત કરશે. ટ્રમ્પના સ્વાગત માટે મોટેરા સંપૂર્ણપણે તૈયાર છે. કેમ છો ટ્રમ્પ કાર્યક્રમની સાથે સાથે સાથે નીચે મુજબ છે.

*    દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ૭૦૦ કરોડના ખર્ચે નવેસરથી તૈયાર

*    ૨૦૧૫માં સ્ટેડિયમને પૂર્ણરીતે તોડી પાડી ફરી આધુનિક સુવિધા સાથે તૈયાર કરાયું છે

*    મોટેરા સ્ટેડિયમમાં પહેલા ૫૩૦૦૦ ચાહકો એક સાથે ક્રિકેટ મેચની મજા માણી શકતા હતા

*    નવેસરથી મેદાન બન્યા બાદ હવે એક લાખ ૧૦ હજાર ચાહકો ક્રિકેટ મેચની મજા માણી શકશે

*    અમદાવાદ પહોંચ્યા બાદ ટ્રમ્પ આયોજિત કાર્યક્રમમાં મોટેરા સ્ટેડિયમ પહોંચશે

*    મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પ ૧૫૦ મિનિટ અથવા તો આશરે અઢી કલાક રોકાશે

*    હાઉડી મોદીની જેમ જ આ વખતે મોટેરા સ્ટેડિયમમાં મોદી અને ટ્રમ્પની મિત્રતા અલગ રંગમાં જોવા મળશે

*    અમેરિકાના ટેક્સાસમાં હાઉડી મોદી કાર્યક્રમમાં ૪૦૦૦૦ લોકો ટ્રમ્પના સ્વાગત માટે પહોંચ્યા હતા

*    મોટેરામાં એક લાખથી વધુ લોકો કેમ છો ટ્રમ્પ કહેતા નજરે પડશે

*    ટ્રમ્પ અને તેમના પત્નિ મેલાનિયાનું પરંપરાગત ગુજરાતી અંદાજમાં સ્વાગત થશે

*    અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ તથા મોટેરા સુધીના રસ્તામાં લાખો લોકો સ્વાગત કરશે

*    દ્વિપ પ્રગટાવીને મોદી અને ટ્રમ્પ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે

(8:42 pm IST)